બાળપણનું એ ચોમાસુ મને સાંભરે રે..
જગજીત સિંગની મારી ફેવરિટ ગઝલ સાંભળતો હતો -
ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो
भले छीन लो मुझसे मेरी जवानी
मगर मुझको लौटा दो बचपन का सावन
वो काग़ज़ की कश्ती, वो बारिश का पानी
वो काग़ज़ की कश्ती, वो बारिश का पानी
કાગળની હોળી બનાવી વરસાદના વહેતા પાણીમાં મુકનાર બચપણ,
વરસાદમાં મોજથી નહાતું બચપણ ,
કુશલી ઓઢીને વરસાદમાં દોડતું બચપણ,
નાનકડા હાથે મોટી છત્રી સંભાળતું બચપણ,
નળિયામાંથી પડતા વરસાદના પાણીના દંદૂડે પલળતું બચપણ,
ઓસરીમાં રમતા રમતા વરસાદમાં નીતરતા નળિયાંમાં ખોવાઈ જતું બચપણ
રાત્રે થતી વીજળી અને થોડીવાર પછી આવતા અવાજમાં વિષ્મય પામતું બચપણ
વરસાદના ગારામાંથી રમકડાં બનાવતું બચપણ,
સળીયો લઈને ખુચામણી દાવ રમતું બચપણ,
ખેતરો બાજુ ભરાયેલ પાણીમાં, નદીમાં ધુબાકા મારતું બચપણ
વાડીઓમાંથી ચીભડાં શોધતું બચપણ
જન્માષ્ટમીના મેળામાં મહાલતું બચપણ
ગારામાં કેડી શોધીને ધીમે ધીમે ચાલીને નિશાળે જતું બચપણ
બચપણ, શું બચપણ હતું એ! .
- અંકિત સાદરીયા
- ફેસબુકમાં મને ફોલો કરો - Ankit Sadariya-patel
- ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
- ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
આવી બીજી નાની વાર્તાઓ, આર્ટિકલ, માઈક્રોફિક્શન વાર્તાઓ, નાની કવિતાઓ માટે બ્લોગ જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
ટિપ્પણીઓ નથી: