મારું કામ તમે જોયું હોત તો તમે મને અહીં બોલાવ્યો જ ના હોત

"મારું કામ તમે જોયું હોત તો તમે મને અહીં બોલાવ્યો જ ના હોત"



આ છે હમણાં જ વિવાદમાં સપડાયેલ સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાના જ્યારે એમણે કેબીસીમાં બોલાવવામાં આવેલ.એમને ખબર છે કે એ શું કરી રહ્યો છે. મને એ નહીં સમજાતું કોઈ વૈજ્ઞાનિક, કર્નલ, ઉચ્ચ કક્ષાના ડૉક્ટર, કોઈક સ્માર્ટ સ્ટાર્ટ અપ ફાઉન્ડર વગેરેને બોલાવવાને બદલે આવાને પ્રતિષ્ઠિત શોમાં શું કામ બોલાવવામાં આવે છે? આ એક પ્રકારનું અપૃવલ છે કે તમે આવું બધું કરી ફોલોવર્સ કમાશો તો સમાજ તમને સફળ ગણશે.

હવે સાચું કહું તો આ લેટેન્ટના મેં એક એક એપિસોડ જોયેલ છે,( ફ્રી વાળા ). એક બે એપિસોડ જોયા પછી થયેલું કે હજુ સુધી આના પર કોઈ કેસ કેમ ના થયો. હું રાજુ શ્રીવાસ્તવથી લઈને સમય રૈના સુધીના બધાનું સ્ટેન્ડ અપ જોઉં છું. આવા ભદ્ર જોક વાહિયાત લાગે ક્યારેક થાય કે કેટલા હરામી લોકો છે પણ સારા જોક્સમાં હસી પણ લઉં. જનરેશન વાઈઝ નવો કન્ટેન્ટ ઓછો થતો જાય છે અને લોકો હરામી! અને ઉપરથી મળતા મિલિયનમાં વ્યુ અને એના લીધે સમાજમાં મળતું અપૃવાલ વધુ હવા આપે છે. આ સમય રૈનાને કોઈ ટ્યુશન ક્લાસ વાળાઓએ ફેરવેલમાં પણ બોલાવેલ, ઝોમેટોએ પોતાની જ કંપનીને રોસ્ટ કરવા બોલાવેલો!

જેના લીધે આ કોન્ટ્રોવર્સી ઊભી થઈ એ ભાઈને (રણવીર અલહાબાદીયાને ) તો હું ઓળખતો નથી પણ આ પહેલા આશિષ સોલંકી કરીને એક સ્ટેન્ડઅપ કોમેડિયને ધ રોસ્ટ કરીને એક શો બનાવેલો. જેમાં સમય રૈનાએ કોઈ "સોશિયલ મીડિયા સેલિબ્રિટી" છોકરીનું એવું રોસ્ટ કરેલ કે એ પાર્ટ મ્યુટ કરવો પડેલો. ત્યારેથી આ ભાઈનું '' ડાર્ક " લેવલ વધતું ગયું. વળી જુના સમયના રોસ્ટ માટે સૌથી કોન્ટ્રોવર્સી એઆઈબી ચેનલ તન્મય ભટ્ટનો મિત્ર ગણાય છે (બંને કેબીસીમાં સાથે જ આવેલા)
 
હજુ તો યુટ્યુબ પર ઘણા આવા શો છે (અને મેં જોયેલા પણ છે) હમણાં ધ કન્ફેશન શો કરીને પણ આવું ચાલુ થયેલું જેનો કન્ટેન્ટ આવો જ વાહિયાત હતો. (એક બે જ એપિસોડ આવેલ એટલે હજુ આવશે કે સમજી જશે?).
હવે ઈન્સ્ટાગ્રામ પર રીલના કન્ટેન્ટ તો બધાને ખબર જ છે. એક મુજરા ગ્રામ કહીએ તો પણ ચાલે. છોકરીઓ કેમેરા સામે કપડા બદલે છે, છોકરાઓ ગાળો બોલે છે કે અભદ્ર કન્ટેન્ટ બનાવે છે.
 
હવે વાંક કોનો?
આપણો.
આપણે આ લોકોનો કન્ટેન્ટ જોઈએ છીએ, ફોલો કરીએ છીએ, ફોરવર્ડ કરીએ છીએ. યુટ્યુબ સજેશનમાં આવતા લર્નિંગ વિડિઓ કરતા આવા વિડિઓ પર જાણે અજાણે આપણાંથી ક્લિક થઈ જાય છે. આવા લોકોને કંપની વાળાઓ એડ આપે છે, પ્રોમોશન ઇવેન્ટમાં બોલાવે છે, એમના ઓપિનિયન પણ લેવાય છે. સમાજ તરફથી આ બધું કરવા માટે એમને અપ્રુવલ મળે છે. જો આ કન્ટેન્ટ ચાલતો જ ના હોય તો કોઈ બનાવે જ નહીં!

- અંકિત સાદરીયા

  • જો તમને આ પોસ્ટ ગમી હોય તો બ્લોગ જરૂરથી ફોલો કરજો અને મિત્રોમાં શેર કરજો.
  • આ બ્લોગ તમને ગમે તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
  • ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
  • ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.