અલ્યા ખાઓ પીઓ અને જિંદગી માણો -
અલ્યા ખાઓ પીઓ અને જિંદગી માણો -
હમણાં યુટ્યુબ પર એક ટ્રાવેલ વિડિઓ જોતો હતો. એક યુવાન ટ્રાવેલર એકદમ નોર્થ ઇસ્ટ કે બંગાળના ગામડાઓમાં ફરતો ફરતો ત્યાંની એક લોકલ પ્રખ્યાત મીઠાઈની દુકાન પર જઈ ચડ્યો.એણે એક રસગુલ્લા ખાધું જે બહુ જ ભાવ્યું.
ત્યાં ઉભેલા એક કાકા કહે ભાવ્યું હોય તો મનભરીને ખાઈ લો, અહીં ફરીથી ક્યારે આવશો?
ટ્રાવેલર કહે - મને મીઠાઈઓ બહુ ભાવે છે પણ હવે એકથી વધુ ખાતો નથી?
પેલા કાકા કહે - કેમ? સુગર છે?
ટ્રાવેલર કહે - ના, પણ વધુ સ્વીટ ખાઈએ પછી થઈ જાય તો?
પેલા ભાઈ કહે, તો પછી ત્યારે એક જ ખાવાની પણ ત્યાં સુધી તો કાઈ ના થયું હોય એમ જીવો, અત્યારથી સુગર હોય એમ કેમ જીવો છો?
ક્યારેક લાગે ભવિષ્યની બીમારીનું વિચારી આપણે અત્યારથી જ બીમાર બની જઇએ, હોસ્પિટલ ના જવું પડે એટલે ઘરને જ હોસ્પિટલ જેવું બનાવી દઈએ.
વરસો પહેલા ઘી એકદમ હેલ્ધી ગણાતું પછી ઘી એકદમ હેલ્ધી બની ગયું અને હવે એટુ ઘીને હેલ્ધી માનવામાં આવે છે. આવું જ પનીર અને બટરનું છે. દૂધમાં પણ ક્યારે પીવું જોઈએ, પીવું જોઈએ કે નહિ એ પર એલફેલ રીલ્સ બનતી હોય છે. આજકાલ રિલ્સ પર એલુ ઘેલું નથુ ઘેલું કોઈ એનાલિસિસ વગર કે ફોરેન એનાલિસિસ કે ચેટ જીપીટીને પૂછીને એવા જ્ઞાન આપવા માંડ્યા છે કે લોકો વાતોમાં જલ્દી આવી જાય છે. ફ્રૂટ પાર પણ આવી નેગેટિવ રીલ્સ વધુ આવતી હોય છે જાણે એકાદ દ્રાક્ષ કે કેરી ખાઈ લઈએ તો જીવશું જ નહિ. જીન્સ પહેરશો તો સ્કિનના રોગ થશે, આઈસ્ક્રીમ ખાસો તો કેન્સર થઇ જશે, જાણે કેટલું ..
ચોક્કસ હેલ્ધી ખાવ, બહારનું ઓછું ખાવ, કસરત કરો પણ સાથે સાથે બધું માણો. ક્યાંક એવું ના બને કે ભવિષ્યની પરેજીઓ આપણે અત્યારથી જ પાડીએ અને જિંદગી જ બીમાર જેવી કરી નાખીએ.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો બ્લોગ જરૂરથી ફોલો કરજો અને મિત્રોમાં શેર કરજો.
આ બ્લોગ તમને ગમે તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
ટિપ્પણીઓ નથી: