2024 - શું નવું આવ્યું, શું બદલાયું?

દર વર્ષના અંતમાં આ વર્ષ કેવું રહ્યું એનું સરવૈયું લખું છું. હું જ ક્યારેક વાંચું ત્યારે લાગે કે એક વર્ષમાં આટલું બધું બદલાય ગયું? 2024નું વર્ષ અગાઉના ચાર પાંચ વર્ષ કરતા શાંતિવાળું રહ્યું. આ વર્ષે ભારત અને અમેરિકાની ચૂંટણીઓએ ખાસ્સી ચર્ચા જગાવી. અનેક ચર્ચાસ્પદ કેસ થયા. દુનિયાભરમાં અનેક ચર્ચાસ્પદ ઘટનાઓ ઘટી. મારી લાઈફમાં પણ અમુક ફેરફારો થયા. આ વર્ષે ઘણું ફર્યા, થોડા પુસ્તકો વાંચ્યા. તો 2024માં શું નવું આવ્યું અને શું શું બદલાયું?

અમુક 2024ની મહત્વની ઘટનાઓ 

  • વર્ષ જાપાનમાં ભારે ધરતીકંપ સાથે શરુ થયેલું અને પૂરું ડિસેમ્બરમાં સાઉથ કોરિયાની ફલાઇટ ક્રેશ સાથે થયું 
  • ભારતમાં ફરીથી મોદી સરકાર બની પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી માટે સાથી પક્ષોનો ટેકો લેવો પડ્યો. નરેન્દ્ર મોદીને પહેલી વખત એનડીએ પક્ષોની જરૂર પડી. 
  • યુએસએમાં ટ્રમ્પ  સામે બાયડનના સ્થાને કમલા હેરિસ ચૂંટણી લડી. ટ્રમ્પ  બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા. 
  • ચૂંટણીના પ્રચાર સમયે ટ્રમ્પ પર ગોળી છૂટી,માંડ માંડ બચ્યા.
  • રશિયા યુક્રેનના યુદ્ધને 1000 ઉપર દિવસો થઇ ગયા. 
  • ઇઝરાયલનું હમાસ સાથેનું યુધ્ધ ચાલુ જ છે, આ વખતે તેમાં ઈરાન પણ વચ્ચે પડ્યું. 
  • આપણા દેશમાં રતન ટાટા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થયું. આ ઉપરાંત સંગીત અને કલામાં પંકજ ઉધાસ અને ઝાકીર હુસૈનને ગુમાવ્યા.
  •  આ વર્ષે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, જમ્મુકાશ્મીર, હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ થઇ. એમાંથી હરિયાણા, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર બની. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુની ટીડીએસ જીતી. સિક્કિમમાં સિક્કિમ મોરચા પાર્ટી જીતી, જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લાની કોંગ્રેસ જીતી જયારે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા જીતી. 
  • આપણે ગુજરાતમાં આ વર્ષે રાજકોટના ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં ઘણા જીવ ગયા અને ફાયરસેફટીની ચર્ચા જગાવી. 
  • દેશમાં બઁગાળમાં હોસ્પિટલમાં ડોકટર પર થયેલ રેપ પર  પણ ઘણી ચર્ચા અને વિરોધ થયો. 
  • બેંગ્લોરના આઇટી એન્જીનીયરે ડિવોર્સ માટે કાયદા દ્વારા થતી હેરાનગતિથી કંટાળી આત્મહત્યા કરી. આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરવી પડી. 
  • આઇટી કંપનીઓમાં આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને હરીફાઈ ચાલે છે. બધા પોતપોતાના મોડેલને વધુ સ્માર્ટ બનાવવા માંથી રહ્યા છે. 
  • ફેસબુક ટ્વીટર જેવા સોસીયલ મીડિયાએ યુઝર્સને બ્લોગની જેમ પોસ્ટ અને વિડિઓ માટે રૂપિયા આપવાનું ચાલુ કર્યું.
રમત ગમત 
  • આ વર્ષે પેરિસમાં ઓલમ્પિકનું આયોજન થયું. ઘણા બધા વિવાદો પણ થયા. સ્ત્રી બોક્સિંગ કેટેગરીમાં ટ્રાન્સજેન્ડરને રમાડતા વિવાદ થયો. 
  • ભારતનો ઓલમ્પિકમાં દેખાવ સામાન્ય રહ્યો. શૂટર મનુ ભાકરે બે બ્રોન્ઝ મેડલ જીત્યા તો નીરજ ચોપરાને જેવેલિનમાં સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. ભારતને ટોટલ એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ મળ્યા. હોકી ટીમનું પ્રદર્શન પણ સારું મળ્યું. 
  •  ભારતની ખેલાડી વિનેશ ફોગટ ફાઈનલ મેચ પહેલા ઓવર વેઇટના લીધે ડીસક્વોલિફાય થઇ અને એક સ્યોર મેડલ ગુમાવ્યો.
  • ક્રિકેટમાં ભારતે 2007 પછી બીજો ટી20 વર્લ્ડકપ  જીત્યો. બોલર બુમરાહનું પ્રદર્શન જોરદાર રહ્યું. 
  • આ વખતે આઇપીએલમાં કેકેઆરની ટિમ જીતી. વિરાટ કોહલીએ સૌથી વધુ રન કરી ઓરેન્જ કેપ જીતી અને હર્ષલ પટેલે સૌથી વધુ વીકેટ લઈને પર્પલ કેપ મેળવી. 
  • આ વર્ષે 2025માટે આઈપીલ ઓક્શન પણ થયું. રિષભ પંત 27 કરોડ મેળવી સૌથી મોંઘો પ્લેયર બન્યો. 
ઈકોનોમી 
  • 72000 આસપાસ સ્ટાર્ટ થયેલ સેન્સેક્સ ઓલટાઈમ હાય 85000ને ટચ કરીને અત્યારે 78000 આસપાસ છે. આ વર્ષે માર્કેટ ઘણું અપ  ડાઉન રહ્યું. ઘણા બધા સારા આઇપીઓ પણ આવ્યા અને 100% આસપાસ લિસ્ટ થયા. પબ્લિકમાં આઇપીઓનો ગાંડો ક્રેઝ છે. 
  • 65000 થી સ્ટાર્ટ થયેલું ગોલ્ડ અત્યારે 78000 આસપાસ છે. 1 કિલો  સિલ્વર પણ 65000 આસપાસ સારું થયેલું અને અત્યરે 80000 આસપાસ છે. સિલ્વર વચ્ચે 90000 ઉપર ગયેલું. 
  • આ વર્ષે ઓવરઓલ ઈકોનોમી એટલી ખાસ ના રહી. અમેરિકાની ચૂંટણીઓએ દુનિયાભરમાં અને ભારતના ચૂંટણીના રિઝલ્ટે  દેશના અર્થતંત્રમાં ઘણું ઉપર નીચે કર્યું. 
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
  • હોમ લોનનો રેપો રેટ પણ યથાવત છે 
  • ડુંગળી અને લસણના ભાવ વધુ રહ્યા. 
ફિલ્મ અને એન્ટરટેનમેન્ટ 
  • આ વર્ષે ફરી સાઉથની ફિલ્મો છવાણી. પુષ્પા 2 એ સૌથી વધુ કમાણી કરી. બાકી સ્ત્રી 2, મહારાજા, લકી ભાસ્કર, ચંદુ ચેમ્પિયન, શ્રીકાંત, મુંજયા વગેરે સારી ફિલ્મો આવી. 
  • વેબ સિરીઝમાં આ વખતે મેં વધુ રસ લીધો નથી, અને કોઈ નવી આવેલી સિરીઝ એટલી હિટ ગઈ હોય એવું યાદ નથી. 
  • હોલીવુડમાં એનિમેશન ફિલ્મ વાઈલ્ડ રોબોટ અને ઇનસાઇડ આઉટ 2 જોયા. 
  • ગુજરાતી ફિલ્મોએ આ વર્ષે ફરી નિરાશ કર્યા પરંતુ અમુક ફિલ્મો સારી આવી, કમઠાણ, કસુંબો, ઝમકુડી વગેરે થોડી ચાલી. 
મારા માટે 2024 -



  • મારા માટે આ વર્ષ મિક્સ રહ્યું. વર્ક ફ્રોમ હોમ હજુ ચાલે છે તો પરિવારને સમય આપી શકાય છે. ઇન્ક્રીમેન્ટ અને આવકમાં ખાસ કાંઈ ફેરફાર ના થયો. સારા આઇપીઓ પણ ના લાગ્યા. 
  • ક્રિયાંશ પણ 3 વર્ષનો થઇ ગયો. એને સ્કૂલ જવાનું શરુ કર્યું. અમે નવી નવી રમતો રમી, નવી વાર્તાઓ બનાવી. એનું બક બક વધી ગયું છે એટલે વાતો પણ એટલી કરે. અમુક વાતો સાંભળીને થાય કે આને આટલી બધી ખબર પડતી હશે. અમુક વાતો હું ફેસબુક પર શેર પણ કરતો હોઉં છું. 
  • આ વર્ષે ફરી જન્માષ્ટમી અને દિવાળી ગામડે જ ઉજવ્યા. આ વર્ષે જન્માષ્ટમી પછી સારો એવો વરસાદ પડ્યો.
  • આ વર્ષે પણ જયારે જયારે વડોદરા હોઉં ત્યારે રેગ્યુલર જિમ જવાનું રાખ્યું. ડિસેમ્બરમાં સાયકલ પણ લીધી છે. તો સાઈકલના લીધે આજુબાજુના ગામડાઓમાં ફરવાની મજા આવે છે.  ઘરની બાજુમાં બોક્સ ક્રિકેટ બનતા સોસાયટીના મિત્રો સાથે ક્રિકેટ રમવાનું ચાલુ થયું. વજન બહુ ઘટ્યું તો નહિ પણ મેઇન્ટેન છે. 
  • આ વર્ષે ઘણું ફર્યા. ફાઈનલી ચાર વર્ષ પછી ક્રિયાંશને લઈને અમે ગુજરાતની બહાર ગયા. એપ્રિલમાં સિક્કિમ અને દાર્જલિંગની ટ્રીપ બહુ જ સરસ રહી. જિંદગીમાં પહેલી વખત કુદરતી સ્નો જોયો. હું કંપની આઉટિંગમાં કુંભલગઢ અને દમણ જઈ  આવ્યો.  ડિસેમ્બરમાં અમે હરિદ્વાર, ઋષિકેશ અને મૈસુરિ ફરી આવ્યા. વર્ષની શરૂઆતમાં પાટણ, ઉંજાં, મોઢેરા પણ ગયેલા. આસપાસમાં કોટના બીચ, દિવેરની મઢી વગેરે પણ ગયા. આ વર્ષની ટ્રાવેલ રીલ - 
  •  આવી સરસ રીલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો )

     

  • આ વર્ષે થિયેટરમાં એક ફિલ્મ ઘી વાઈલ્ડ રોબોટ જોયું. હજુ ક્રિયાંશ થિયેટરમાં શાંતિથી નથી બેસતો. 
  • આ વર્ષે વાંચનનો એટલો સમય મળ્યો નથી. જેટલો સમય મળ્યો એમાં આ પુસ્તકો વાંચ્યા.. ચંદ્રકાંત બક્ષીનું બક્ષીનામા અને સ્ત્રીવિશે,  પંકજ કપૂરનું દોપહરી અડધું વાંચ્યું, મેઘાણીનું સોરઠી સંતો ચાલુ છે જયવસાવડાના  પ્રેમરંગ અને રેઇન ડ્રોપના અમુક આર્ટિકલ્સ વાંચ્યાં. હિન્દીમાં દિવ્ય પ્રકાશ દુબેનું अक्टूबर जंक्शन વાંચ્યું. જયવસાવડાના રેઈનડ્રોપ પુસ્તકમાં એમના તરફથી ગિફ્ટમાં મળ્યું અને એમના પર લખેલ નાનકડો આર્ટિકલ પણ છપાયો. 
  • આ વર્ષે મારી યુટ્યુબ ચેનલ " software testing tips and tricks" 2500 ઉપર સબ્સ્ક્રાઇબર્સ પાર કરી ગઇ. 
બ્લોગ માટે - 
  • આ વર્ષે પણ બ્લોગમાં બહુ ઓછી પોસ્ટ્સ આવી. આ પોસ્ટ ગણીને દશ થશે. લોકો આમ પણ વાંચવા કરતા વિડિઓ વધુ જુએ છે એટલે ઇન્સ્ટાગ્રામ પર અમુક રીલ્સ બનાવી. જો કે એ પણ ના ચાલી.
  • બ્લોગના ફેસબુક પેજ "આ સાલી જીંદગી" પર મોનેટાઇઝેશન થયું પણ રિચ સાવ ઘટી ગઈ. જો કે ફોલોવર્સ 72000 ને પાર કરી ગયા.  અમુક પોસ્ટને મિલિયનમાં વ્યૂઝ પણ આવ્યા. આ પેજ ઓપન કરીને એક વાર ફોલો જરૂરથી કરજો. 

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.