માઈક્રોવાર્તાઓ - He She Stories!

ઘણા સમય પહેલા લગભગ 2015-16 માં હું ટ્વીટર પર "HeSheStory"  અને "ShortStories" હૅશ ટેગ સાથે ટ્વીટ કરતો. આ સ્ટોરી અમુક જાતે લખતો અને અમુક ક્યાંક વાંચેલી રહેતી. આ સ્ટોરી મોટાભાગે 140 શબ્દોમાં પુરી પણ થઇ જતી અને એમાંથી અમુક મને બહુ ગમેલી જે આજે અહીં શેર કરું છું. અમુક નવી પણ એડ કરું છું, કદાચ તમને પણ ગમશે! અમુક રોમેન્ટિક છે, અમુક સત્ય છે તો અમુક ફન્ની છે! ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં શેર કરું છું. 


Short Gujarati stories

****

**** 

"આપણે હમેશા સાથે રહેશું, હું ક્યારેય તને છોડીશ નહિ"

એ સેવ કરેલી વોઇસ નોટ એને આજે ફરીથી પ્લે કરી. 


*****

બંનેએ આખી જિંદગી મહેનત કરી સપનાનું મકાન બનાવ્યું.

જયારે રહેવા માટે તૈયાર  થયું ત્યારે વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું! 

*****


**** 

She  - આજે બહુ ખરાબ દિવસ હતો, કૈક સરસ કહે 

અને તે  ફકત તેણીનું નામ બોલ્યો!


****

સગાઇ પછી ફોનમાં...

He  - આજનો દિવસ કેવો રહ્યો  

She - કાંઈ ખાસ નહિ.રોજ જેવો જ. તારો?

He - same. 

બંનેએ ફોન કાપીને રડી લીધું! 

****

He - ગુડ નાઈટ, હેવ એ સ્વીટ ડ્રિમ!

She - હેવ એ હોરર ડ્રિમ 

He - મતલબ તું સપનામાં આવીશ! :D 


****

She - મારે તારી સાથે વાત નથી કરવી 

He  - સારું 

She - કીધુંને મારે તારી સાથે વાત જ નથી કરવી 

He - બોવ સારું 

She - ફોન ઉપાડ તો, તારી ખબર લવ છું! 

****

He- હાય 

She - હાય, કેમ છે?

He - નથી સરખું 
She - ઓકે 
(ઓફલાઈન)
He - કઈ પડી નહોતી તો પૂછ્યું જ શું કામ!  

****

 

****

 She - તારા માટે કાંઈ પણ કરી શકું છું 

He - તું જિંદગીભર આટલો જ પ્રેમ કરીશ? 

she - ના.. આનાથી પણ વધારે!    


****

ફરીથી બંને અજાણ્યા બની ગયા 

આ વખતે થોડી "યાદો"સાથે ! 

**** 

"હું તારું ધ્યાન રાખીશ" થી "ધ્યાન રાખજે"ની સફરમાં વચ્ચે ઘણા વાયદાઓ તૂટી ગયા! 


  • જો તમને આ પોસ્ટ ગમી હોય તો બ્લોગ જરૂરથી ફોલો કરજો અને મિત્રોમાં શેર કરજો.
  • આ બ્લોગ તમને ગમે તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
  • ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો =>  અહી ક્લિક કરો 
  • ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.