ખુશ રહેતા શીખીએ
આજકાલ આપણે નાની નાની વાતમાં આપણે ચિડાઈ જઈએ છીએ. એક નાના મુદ્દાને એટલો ચચડાવીએ છીએ કે મગજ કે સબંધો ખરાબ થઈ જાય. પણ આવી જ નાની નાની ખુશીઓને એટલું મહત્વ આપતા નથી. ઘરમાં, સંબંધીઓમાં, મિત્રોમાં, સોશીયલ મીડિયામાં સમસ્યાઓ શોધવા કરતા સમાધાન શોધીએ. એકબીજાને મદદ કરી આગળ વધીએ. આ વાત પરથી એમ જ સુજેલા થોડા આડા અવડા વાક્યો -
નાની નાની વાતમાં ખુશ રહેતા શીખો..
સગા સબંધીઓ સાથે દેખાદેખી કરી મોઢા બગાડવા કરતાં,
એકબીજાની મદદ કરી આગળ આવતા શીખો..
સોશિયલ મીડિયામાં અજાણ્યા સાથે માથાકૂટ કરવા કરતાં,
એકબીજાના વિચારોનું આદર કરી કઈક નવું શીખો..
એક જ ઘરમાં સાથે રહી, રૂઆબ કરવા કરતાં,
નમ્રતા અને પ્રેમથી એકબીજાનું દિલ જીતતા શીખો..
નાની નાની વાતમાં ખોચા કાઢવા કરતા,
નાની નાની વાતમાં ખુશ રહેતા શીખો..
- અંકિત સાદરિયા
બધી કવિતાઓ વાંચવા અહી ક્લિક કરો..
- જો તમને આ પોસ્ટ ગમી હોય તો બ્લોગ જરૂરથી ફોલો કરજો અને મિત્રોમાં શેર કરજો.
- આ બ્લોગ તમને ગમે તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
- ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
- ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
ટિપ્પણીઓ નથી: